‘‘દેશમાં હજુ સાત વેક્સિન ટ્રાયલ હેઠળ, કેટલીક એડવાન્સ સ્ટેજમાં’’ : સ્વાસ્થ્ય મંત્રી

0

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને તેમની પત્નીએ દિલ્હીની હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટીટ્યૂટમાં કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં લેવાનારી બંને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને વેક્સિન લીધા બાદ તેમને અને તેમની પત્નીને કોઇ આડઅસર થઇ નથી. તેમણે જણાવ્યું કે, દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં તમામ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે જે માટે દેશમાં વધુ સાત વેક્સિન બનાવાઇ રહી છે. તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઇ ગઇ છે અને તેમાંથી કેટલાકની ટ્રાયલ એડવાન્સ સ્ટેજ ઉપર છે. લગભગ બે ડઝન રસીઓની પ્રી-ટ્રાયલ કરવામાં આવી રહી છે. તેમણે કહયું હતું કે સાત નવી વેકસીન પ્રી-કલીનીકલ ટ્રાયલનાં તબકકામાં છે. જયારે ફેઝ-૧ અને એક અન્ય ફેઝ-રના ટ્રાયલ તબકકામાં છે. હાલ દેશભરમાં કોવિશિલ્ડ અને કોવેકિસન રસીઓ આપવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews