પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા ગુજરાત તૈયાર, વેટની આવક મળવી જાેઈએ

0

પેટ્રોલ-ડીઝલને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી છે. કારણ કે, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવામાં આવશે તો આવકના ૫૦ ટકા કેન્દ્ર લઈ જશે. માત્ર ૫૦ ટકા રાજ્યને મળશે. જ્યારે હાલ પેટ્રોલ-ડિઝલ ઉપરના ટેક્સની આવક પુરેપુરી ગુજરાત સરકાર પાસે જાય છે. ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમ્યાન પેટ્રોલ ડીઝલના વધતા ભાવો મુદ્દે કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા. જેમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લઈ જવામાં આવે ત્યારે ગૃહમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ વાત કરવા માગું છું કે, જીએસટીનો બેઝિક કાયદો એવો છે કે આવકના ૫૦ ટકા રાજ્યને તો ૫૦ ટકા કેન્દ્રને જાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews