ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતની વાતો કરતી સરકાર ખેડૂતો પાસેથી વેટના રૂા.૮ થી ૯ હજાર કરોડ લઈ લે છે અને તેની સામે આ બજેટમાં ખેતી વિભાગને માત્ર રૂા.૭ર૦૦ કરોડની જ ફાળવણી કરી હોવાનું જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારની તિજાેરીની તો એ સ્થિતિ છે કે, રાજ્યમાં જન્મતો પ્રત્યેક બાળક રૂા.૬૦,૦૦૦ના દેવા સાથે જન્મ લે છે. વિધાનસભામાં બજેટ ઉપરની માંગણીની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાએ હવળો કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, હું પ્રથમવાર ર૦૦રમાં વિધાનસભામાં આવ્યો ત્યારે રાજ્યમાં બે મહોત્સવ થતાં હતા તે બાદ તેમાં વધારો થતો ગયો, નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ, રણોત્સવ એમ વધતા-વધતા વરસાદ આવે તો વધામણાનો ઉત્સવ અને વરસાદ ન આવે તો મનામણાનો ઉત્સવ એમ વિવિધ પ્રકારના ઉત્સવો સરકાર કરે છે અને તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે તેના ઉપર કાપ મૂકાવો જાેઈએ. તેમણે વધુમાં ખેતીની પ્રોડક્ટ ઉપર પાંચ ટકા વેટ નાંખી સરકાર વર્ષ દરમ્યાન રૂા.૮ થી ૯ હજાર કરોડ ખેડૂતો પાસેથી વસૂલતી હોવાનું જણાવતા ઉમેર્યું કે, જ્યારે આની સામે ખેડૂતોના હિતની વાતો કરતી સરકારે આ બજેટમાં ખેતી માટે માત્ર રૂા.૭ર૦૦ કરોડની જાેગવાઈ કરી છે જે બજેટની અનિયમિતતા દર્શાવે છે અને યોગ્ય નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews