ગુજરાત સરકારને ઉદ્યોગોને જમીન આપવામાં જ રસ : કોંગ્રેસ

0

ગુજરાત રાજયમાં આવેલી સરકારી પડતર જમીનો સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ તથા જમીન વિહોણા ખેતમજૂરોને ફાળવવામાં આવે છે. તો બીજી તરફ રાજય સરકાર ગરીબો-વંચિતોની મદદ-હિતની મોટી વાતો કરે છે, ત્યારે રાજયમાં આ પ્રકારે જમીન ફાળવવા માટે યોજાતી લેન્ડ કમિટીની બેઠકો જ છેલ્લા બે વર્ષમાં રાજયભરના માત્ર બે જિલ્લાને બાદ કરતા કયાંય યોજાઈ જ નથી. એટલે કે રાજયમાંથી માત્ર બે જિલ્લામાં જ બેઠક યોજી જરૂરતમંદોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જયારે બીજી તરફ સરકાર દ્વારા ઉદ્યોગોને અંદાજે ૬ કરોડ ચો.મીટર જેટલી જમીન ફાળવવામાં આવી હોવાનું ખુદ સરકારી દફતરેથી જાહેર થયેલ છે. એટલે સ્પષ્ટ થાય છે કે સરકારને ઉદ્યોગોને જમીન આપવામાં બહુ રસ છે એટલે ઝડપી ગતિએ તેઓને જમીન ફાળવાય છે. તો ગરીબ-વંચિતોને જમીન ફાળવણીની નિષ્ક્રિય હોવાનું જણાય છે. આમ છેલ્લા બે બે વર્ષમાં નાના અને ગરીબ વર્ગને ખેતી માટે જમીન ફાળવવા સરકાર દ્વારા એક પણ કમિટીની બેઠકો મળતી નથીને બીજી તરફ ઉદ્યોગોને રાતોરાત જેટ ગતિએ ફાઈલો કલીયર કરીને સરકારી પડતર જમીન પાણીના ભાવે આપી દેવામાં આવતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!