શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર સાવ ઉદાસીન, બે વર્ષમાં માત્ર ૩૧૩ર છાત્રોને ટેબલેટ અપાયા

0

ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને પ્રગતિના દાવા વચ્ચે ડિઝિટલ શિક્ષણની અને દરેક વિદ્યાર્થી કોમ્પ્યુટર શિક્ષણ મેળવતો થાય તેવી વાતો કરવામાં આવે છે. ત્યારે રાજયમાં છેલ્લા બે વર્ષમાં સરકારની યોજના અંતર્ગત માત્રને માત્ર ૩૧૩ર આઈટીઆઈના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હોવાની વિગતો સરકારી દફતરેથી જ બહાર આવી છે. કોરોના મહામારીના કાળમાં શાળા-કોલેજાેનું શિક્ષણ એકાદ વર્ષ જેટલા લાંબા સમયથી ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આવા સંજાેગોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ટેબલેટ થકી ઓનલાઈન શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરવાને બદલે વિભાગના ઉદાસીન વલણને લીધે રાજયભરમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન આઈટીઆઈના માત્ર ૩૧૩ર તાલીમાર્ગીઓ જ ટેબલેટ મેળવી શકયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!