માંગરોળમાં રહેણાંક મકાનનાં ફળિયામાંથી પ,૦૬૦ લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

0

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર. સોલંકી અને સ્ટાફે સચીનભાઈ પ્રેમજીભાઈ ગોધાવાળા તેમજ કિશન ઉર્ફે શહેનશાહ જેઠાભાઈને પોતાના ટેન્કરમાં કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બાયોડિઝલની હેરાફેરી કરવા અને એકબીજાને મદદગારી કરવા અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ કામના આરોપી કિશનભાઈ ઉર્ફે શહેનશાહ જેઠાભાઈ ગોહેલે પોતાના કબ્જાનાં રહેણાંક મકાનનાં ફળિયામાં ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બાયોડિઝલનો જથ્થો પ,૦૬૦ લીટર ર૩ બેરલમાં રાખી અને ગુનો કરેલ છે અને તેને મદદગારી અન્ય શખ્સે પણ કરી હોય તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ માંગરોળ મરીન પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews