માણાવદર શહેરમાં ખાસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે એન્ટીજન્ટ કિટમાં કોરોના ટેસ્ટમાં ર૩ જેટલા કોરોનાનાં કેસો ડીટેકટ થયા છે જેની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે. ત્યારે આ અંગે જવાબદાર અધિકારીને ટેલીફોન દ્વારા માહિતી જાણવા માંગેલ ત્યારે સાચી વિગતો જાહેર કરવાનાં બદલે ઉચ્ચ અધિકારીને પુછો એવા જવાબો આપી જવાબદારો સાચા આંકડા આપવામાં કેમ ફેંકાફેંકી કરી રહયા છે ? ત્યારે નગરજનોએ સાવચેતી રાખવી જરૂરી છે. આંકડા છુપાવવાથી કોરોના વધુ ફેલાશે કેમ કે જાે સાચા આંકડા જાહેર થાય તો લોકો સાવચેત રહે અને બીન જરૂરી બહાર ન નીકળે તેથી જનહિતમાં સાચા આંકડા જાહેર થાય તે જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews