જૂનાગઢનાં વ્યક્તિને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નાણાંનું રોકાણ કરવા સમજાવી રૂા. ૯ લાખનું કરી નાંખ્યું

0

જૂનાગઢનાં દિપાંજલી-ર વલ્લભનગર, બ્લોક નં. ૧ર ખાતે રહેતા હરેશભાઈ નરેન્દ્રભાઈ ઓઝા (ઉ.વ. ૪પ)એ રોહિતભાઈ છોટુભાઈ પટેલ (રહે. વડોદરા) તથા પૂજાબેન દિલીપભાઈ પંચાલ (રહે. વડોદરાવાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી રોહિતભાઈ છોટુલાલ પટેલ પોતે ફિલ્મ બનાવતા હોય અને આરોપી પૂજાબેન દિલીપભાઈ પંચાલ જે યુ ટયુબમાં હિરોઈન તરીકે કામ કરતા હોય બંને આરોપીઓએ આ કામના ફરિયાદીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાના બહાને તેમજ ફિલ્મ લાઈનમાં ખુબ જ નાણાંકીય વળતર આપવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ-અલગ ફિલ્મી હસ્તીઓની ઓળખાણ થાય તેવું જણાવી ફરિયાદી પાસેથી કુલ રૂા. ૯ લાખ લઈ વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!