ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષથી વબીપીએલ કાર્ડનો સર્વે થયો નથી : ધારાસભ્ય ખેડાવાલા

0

વિધાનસભા ગૃહમાં ચર્ચા વખતે અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ એક દાયકાથી બીપીએલ કાર્ડનો સર્વે થયો ન હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી તેના કારણે જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેના લાભ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડયું હોવાનું જણાવ્યું હતું. ઈમરાન ખેડાવાલાએ ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં બીપીએલ કાર્ડ અંગેનો સર્વે વર્ષ ર૦૧૧થી થયેલ નથી. આ સર્વે ન થવાના કારણે સાચા લાભાર્થીઓને આરોગ્ય વિષયક યોજનાઓ, વૃદ્ધ સહાય, અપંગ સહાય, માનવ ગરિમા યોજના જેવી સરકારી યોજનાનો લાભ મળતો નથી. બી.પી.એલ કાર્ડધારકોના કાર્ડ એનએફએસએ યોજના અંતર્ગત તબદીલ કરી દેવામાં આવે છે. જેના કારણે રાજ્ય અને અમદાવાદ શહેરમાં બીપીએલ કાર્ડધારકોની સંખ્યા ઘટી ગઈ છે. રાજ્ય સરકાર ગરીબી ઘટાડવા માંગતી નથી પરંતુ બીપીએલ કાર્ડધારકોની સંખ્યા ઘટાડીને રાજ્યમાં ગરીબી ઘટી હોવાનું ભ્રામક ચિત્ર ઊભું કરી રહી છે. વધુ આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના પુરાવા વગર કચેરીઓની બહાર એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે રૂા.૪,૦૦૦ લઈને રેશનકાર્ડ કઢાવી આપવામાં આવે છે. રેશનકાર્ડમાં નામ કમી કરવા ઉમેરવા માટે ગરીબ માણસો પાસેથી રૂા.૧,પ૦૦ જેટલી રકમ પડાવવામાં આવે છે. સરકારે આવી ગેરકાયદે પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવી ગરીબ માણસોને થતો અન્યાય બંધ કરવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews