અમરાપુર ગામે મામદશા પીર બાપુનાં ઉર્ષની ઉજવણી કરાઈ

0

માળીયા હાટીનાના અમરાપુર ગામે હિન્દુ-મુસ્લિમ સમાજની એકતાનું પ્રતિક એવા મામદશા પીરના ૨૩માં ઉર્ષની ઉજવણી સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી હતી. ૨૩ માં ઉર્ષ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ ઉપસ્થિત રહી મામદશા પીરને ચાદર ચડાવી ધન્યતા અનુભવી હોવાનો અહેસાસ માણ્યો હતો. આ પ્રસંગે બાળકોને સાકર તુલાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. વર્ષના અંતે મોટી સંખ્યામાં લોકો માનતા રાખે છે અને તમામ શ્રદ્ધાળુઓ ઉર્ષના પ્રસંગે ઉપસ્થિત રહી અને માનતા પુરી કરી ધન્યતા અનુભવે છે. તેમજ સમૂહમાં ન્યાઝ-પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને આમંત્રણ પાઠવવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઉર્ષ કમિટીના પ્રમુખ જૂસબબાપુ સાટી, ઉપપ્રમુખ તાજમહમદભાઇ, ઇદ્ધીશભાઇ મકરાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews