જૂનાગઢમાં લાડી સિંધી સમાજ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો

0

જૂનાગઢ શહેર-જીલ્લામાં અને રાજયસ્તરે પણ કોરોના વેકિસનેશનનાં કાર્યક્રમો આજથી ઠેર ઠેર યોજવામાં આવી રહ્યા છે. અનેક સેન્ટરોમાં કેમ્પોનાં આયોજન થયા છે. દરમ્યાન જૂનાગઢ ખાતે પણ ગઈકાલે સિંધી સમાજ દ્વારા વેકિસનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે પણ રસીકરણ કરાવ્યું હતું. આ તકે તેઓએ એક અખબારનાં તંત્રી તરીકે આમ જનતાને અપીલ કરતા જણાવેલ છે કે, હાલનાં સંજાેગોમાં કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય રસીકરણ છે. જેથી ૪પ વર્ષની ઉંમરનાં દરેક નાગરિકે રસીકરણ કરવા અપીલ કરી છે. ભાજપા, જૂનાગઢનાં સહયોગથી સમસ્ત સિંધી સમાજ, જૂનાગઢનાં સદસ્યો માટે કોરોના પ્રતિરોધક વેક્સિનનાં રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રસીકરણ કેમ્પમાં જૂનાગઢ લાડી સિંધી સમાજના ૪૫ વર્ષથી ઉપરની વયના ૨૦૪ જેટલાં સદસ્યોએ કોવિડ-૧૯ વિરોધી રસી મુકાવી હતી. આ કાર્યક્રમનું આયોજન મહાસાગર ટ્રાવેલ્સ, કાળવા ચોક, જૂનાગઢ સ્થિત ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. દરેક રસી મુકાવનાર સભ્યને સિંધી સમાજના અગ્રણી મોહનભાઈ કારીયા તરફથી નવતર પ્રયોગના ભાગરૂપે પેંડાનું બોક્સ આપી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ભારત લાડી લોહાણા સિંધી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ (કાળુભાઈ) સુખવાણીનાં માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના પ્રમુખો ભવાનભાઈ નીહલાણી, મુકેશભાઈ મેઠિયા, કિશોરભાઈ અજવાણી તેમજ સુગણોમલ રામાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews