ઉનાળાનો આકરો તાપ સતત વરસી રહયો છે અને સાથે જ અવાર નવાર હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે. માનવીની સાથે પશુ-પક્ષી અને પ્રાણીઓને પણ ઉનાળાની ગરમીથી ભારે તકલીફ પડી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ-પક્ષીઓને ગરમીની સામે ઠંડક આપવાનાં પ્રયાસો અને વ્યવસ્થા આજથી ગોઠવવામાં આવી છે. પ્રવાસીઓને માટે આકર્ષણરૂપ એવા જૂનાગઢનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૧ર૦૦થી વધારે પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓની પણ અનેક જાતો આવેલી છે. ઉનાળાનાં દિવસો તેમજ શિયાળાનાં દિવસો દરમ્યાન પશુ અને પ્રાણીઓ માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આજે ઉનાળાનાં સખ્ત તાપ વચ્ચે પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જુદા જુદા પાંજરાઓમાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત શણનાં કોથળા દ્વારા ઠંડક પહોંચાડવામાં આવી રહી છે. ફાઈબર બેરીકેટ લગાવવામાં આવી રહેલ છે. તેમજ પ્રાણીઓ અને પક્ષીઓનાં પાંજરામાં નહાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ ગરમીનાં આ દિવસોમાં પ્રાણીઓ અને પક્ષીઓને અપાતા ખોરાકમાં ઠંડક પહોંચે તેવા ખોરકાનું પણ આયોજન કરવામાં આવેલ હોવાનું ઝુ ઓફીસરે જણાવ્યું હતું. સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પદાધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા પશુ, પક્ષી અને પ્રાણીઓ માટે ઠંડક માટેનું આવરણ ઉભુ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews