ભારતમાં નહી રહેવા હોવાનું સ્ટેટસ દર્શાવી ટેકસમાંથી છટકી જતા એનઆરઆઈ માટે કાયદો છે : નાણામંત્રી

0

નાણાંકીય બિલ ૨૦૨૧ લોકસભામાં ગયા અઠવાડિયે પસાર કરાયું હતું જેમાં જાેગવાઇ કરાઇ છે કે, નોન-રેસિડેન્ડ ઇન્ડિયન્સ(એનઆરઆઇ) જે લોકો કોઇપણ દેશમાં આવકવેરો ભરતા નથી તેઓ ભારતમાં ટેક્સ આપવા માટે બંધાયેલા છે. આ પગલાંથી મધ્યપૂર્વમાં કામ કરતાં કરોડો વાસ્તવિક ભારતીયોને મોટું નુકસાન થશે. આ મુદ્દે ધ્યાન દોરતાં લોકસભાના સાંસદ અને તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ ગુરૂવારે ટિ્‌વટ કરીને કહ્યું કે, ‘ફાઇનાન્સ બિલ ૨૦૨૧માં ગુંચવણભર્યા શબ્દો, વાસ્તવમાં એ ગલ્ફમાં કામ કરનારા લોકો માટેનું ટેક્સ છે. નાણામંત્રી પોતાના શબ્દો ઉપર પાછા ફરી રહ્યા છે. સઉદી, યુએઇ, ઓમાન અને કતર જેવા દેશોમાં આકરી મહેનત કરતાં કામદારોને હવે વધારાનો ટેક્સ આપવો પડશે.’ તેમણે પોતાના સાથી સાંસદ તથા કોંગ્રેસના નેતા શશી થરૂરને ટેગ કર્યા હતા. તેની પ્રતિક્રિયામાં થરૂરે આ મુદ્દે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પાસે સ્પષ્ટતા માગી હતી. ‘આ આપણા વિદેશમાં આકરી મહેનત કરતાં લોકો ઉપર આફત સમાન છે. આ અંગે તાત્કાલિક સ્પષ્ટતાની નિર્મલા સીતારમણ પાસે માંગ કરાઈ હતી.’ નાણાં બિલ ૨૦૨૧ના ૧૦૦થી વધુ સુધારાઓમાંથી એક ગયા અઠવાડિયે સંસદમાં પસાર કરાયો હતો. જેમાં ટેક્સ ભરવા પાત્રની વ્યાખ્યા કરાઇ હતી. બિલના ૨૯માં સુધારા અનુસાર કોઇ દેશના કાયદા અનુસાર કોઇ એનઆરઆઇ વ્યક્તિ ત્યાં ટેક્સ ના ભરે તો તે ભારતમાં ટેક્સ ભરવા પાત્ર બની જાય છે. જાેકે, ભારે વિરોધ બાદ નાણાંમંત્રીએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે, આ કાયદો ટેક્સ-મુક્ત વિદેશોમાં કામ કરતાં ભારતીયોને લાગું પડતો નથી અને તેનો આશય માત્ર જે લોકો ભારતમાં નહીં રહેતા હોવાનું સ્ટેટસ દર્શાવી ટેક્સ ભરવામાંથી છટકી જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!