સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી, બહાર ન નિકળવા લોકોને સલાહ

0

ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી આકરો બનેલો ઉનાળો એપ્રિલના પ્રથમ દિવસે પણ ગરમ રહ્યો હતો. રાજ્યના ડઝન જેટલા શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોનું ટેન્શન વધાર્યું છે. આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીએ માર્ચ મહિનાના અંતથી જ તેનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરતા એપ્રિલ અને મે માસમાં રેકર્ડબ્રેક ગરમી નોંધાય તેવા અણસાર મળી રહ્યા છે. કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ગીરસોમનાથ, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. મોટાભાગના શહેરોમાં સવારે જેમ-જેમ આગળ વધતી ગઈ તેમ-તેમ સુરજ આકરો બનતો ગયો હતો અને બપોર બાદ તો ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જતા રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આજથી શુક્રવારથી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આથી લોકોને જે વિસ્તારમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી કે તેથી વધુ હોય તેવા વિસ્તારોમાં બિનજરૂરી બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews