અસહ્ય ગરમીનો માહોલ અને મચ્છરોનાં ત્રાસથી જૂનાગઢની જનતા ત્રાહીમામ

0

એક તરફ આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે અને બીજી તરફ મચ્છરોનાં ઉપદ્રવ સામે જૂનાગઢ શહેરની જનતા ગઈકાલે હિટવેવ અને મચ્છરથી ત્રાસ પામી ગયેલ, પંખા કરો, એસી કરો પરંતુ અમે તમને મુકવાનાં નથી તેવા મચ્છરનાં આક્રમણ સામે લોકો મોડી રાત્રી સુધી તરફડીયા મારીને વિતાવતા હોય તેવો માહોલ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરનાં લગભગ મોટાભાગનાં વિસ્તારોમાં આ વર્ષે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયેલો છે. સાંજ પડતા જ ખૂલ્લી જગ્યામાં ફેલાયેલા મચ્છરો લોકોનાં ઘરમાં ઘુસી જાય છે. કાચબા છાપ અગરબતી, ઓલાઆઉટ સહિતનાં ઉપકરણો લગાવવા છતાં પણ આ મચ્છરો હવે પેધી ગયા છે અને તેને દેશી-વિદેશી ઉપાયોથી કોઈ ફેર પડતો નથી. એટલું જ નહી પંખા, એરકુલર કે એસીની હવાથી પણ મચ્છરોને કંઈ ફેર પડતો નથી. ગરમીની સામે રાહત મેળવવાનાં શકય તેટલા પ્રયાસો લોકો કરે છે પરંતુ આ ઉપાયો કારગત નીવડતા નથી અને જેનાં કારણે એક તરફ ગરમી અને બીજી તરફ મચ્છરોનાં ત્રાસથી જનતા ત્રાસી ગઈ છે. જૂનાગઢ સહિત સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ સુધી હિટ વેવની સ્થિતિ રહેશે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને બે દિવસ સુધી બને ત્યાં સુધી કામ સીવાય બહાર ન નીકળવા પણ જણાવાયું છે. ઉનાળાની ગરમીનો આકરો તાપ માર્ચ માસનાં મધ્યાંતરથી શરૂ થયો છે અને તાપમાનનો પારો ઉંચે ચડી જવાનાં કારણે આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે. જૂનાગઢ શહેરનું તાપમાન બે દિવસમાં ૪૦-૪૧ જેવું રહેવાની શકયતા છે. જૂનાગઢ શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. દરમ્યાન વહેલી સવારે ઝાકળ વર્ષા થતા જૂનાગઢ શહેરના જીલ્લાનાં માર્ગો ભીના થયા હતા. જ્યારે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને પસાર થવું પડ્યું હતું. જૂનાગઢમાં છેલ્લા ૨ દિવસથી ગરમીમાં થોડો વધારો થયો છે. જાેકે બુધવારની સરખામણીમાં ગુરૂવારે તાપમાનમાં મામુલી વધારો થયો હતો. બુધવારે ૩૯.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ગુરૂવારે ૦.૩ ડિગ્રીના મામુલી વધારા સાથે મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી રહ્યું હતું. દરમ્યાન વહેલી સવારના સમયે જૂનાગઢ શહેરમાં જીલ્લામાં ઝાકળ વર્ષા થઇ હતી. પરિણામે રસ્તા ભીના થઇ ગયા હતા. જ્યારે વાહન ચાલકોને ગાઢ ધુમ્મસના કારણે વિઝીબીલીટી ઘટી જતા લાઇટ ચાલું રાખીને પસાર થવું પડ્યું હતું. દરમ્યાન ગુરૂવારે લઘુત્તમ ૧૯.૫, મહત્તમ ૩૯.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૮ ટકા અને બપોર બાદ ૩૦ ટકા રહ્યું હતું. તેમજ પવનની ઝડપ ૫.૪ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, છેલ્લા ૩ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની અંદર આવી જતા લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં સતત વધારો અને ઘટાડો થતો રહ્યો છે. પરિણામે લોકોની હાલાકીમાં વધારો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!