જૂનાગઢ આવેલી સગીર વયની દિકરીનું મુંબઈ રહેતા તેમનાં પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

0

ભવનાથ વિસ્તારમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં એક સગીર વયની છોકરી ગઈ તા.૨૯-૦૩-૨૦૨૧ના રોજ આશ્રય લેવા આવતા, ઝૂપડપટ્ટી આશરો મેળવવા રાત્રીના સમયે જતા, ઝૂપડપટ્ટીના રહીશો દેવશીભાઈ વિભાભાઈ દેવીપૂજક તથા તેમના પત્ની કિરણબેન, ભવનાથ પોલીસ સ્ટેશન લાવતા, ભવનાથ પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવતા, પોતાનું નામ જણાવેલ અને પોતે ભાંડુંપ મુંબઈની રહેવાસી હોવાની હકીકત જણાવેલ હતી. પોતાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય, તેની સાથે નાસી ગયેલ અને આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે બે ગુન્હાઓ દાખલ થયેલ હોય, જે આરોપી હાલ મહારાષ્ટ્ર ખાતેની જેલમાં હોય, પોતે પણ કંટાળીને તા.૨૮-૦૩-૨૦૨૧ના રોજ પોતાના મા-બાપને જાણ કર્યા વિના, ભાંડુંપ મુંબઈથી નીકળી, રાજકોટ થઈને જૂનાગઢ આવેલ અને ભવનાથ અંબાજીના દર્શન કરી, ઝૂપડપટ્ટી ખાતે જ આશરો મેળવી, રોકાઈ જવાનું નક્કી કરી, ભવનાથ ઝૂપડપટ્ટીમાં ગયેલ હોવાનું જણાવેલ હતું. જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનનના પીએસઆઇ એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, પો.કો. કૌશિકભાઈ, અશ્વિનભાઈ, મહિલા પો.કો. સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળી આવેલ સગીરાને મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.વરિયાનો સંપર્ક કરી, જૂનાગઢ પોલીસના સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે રાખી, મુંબઇ ખાતેના લાગતા વાળગતા પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, વિસ્તારના આગેવાનો સાથે મુંબઇ ખાતે સંકલન કરી, તેના પિતા તથા પરિવારજનોને બોલાવવામાં આવેલ હતા. તેના પરિવારજનો આવ્યા ત્યાં સુધી ભવનાથ પોલીસ દ્વારા સગીરાની સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ મીતલબેન તથા સ્ટાફ દ્વારા સાર સંભાળ રાખી, ત્રણ દિવસ સુધી જમાડેલ અને ધ્યાન પણ રાખવામાં આવેલ હતું. તેના પિતા મનસુખભાઇ ખોડાભાઈ ગાંગડીયા જાતે કોળી રહે. વીર સાવરકર માર્ગ, મેનેજ કોલેજની બાજુમાં, ભાંડુંપ, મુંબઇ(મો.ઃ૦૭૨૦૮૬૬૮૧૮૦) સહિતના પરિવારજનો મુંબઇ ભાંડુંપ ખાતેથી આવતા, તેઓને સગીરાનો કબજાે સોંપી આપતા, તેના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સગીરાના પિતાએ જણાવેલ કે, પોતાની સગીર પુત્રી મુંબઈના રાહુલ ખારવા સાથે નાસી જતા, કાંજુરબાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આરોપી રાહુલ ખારવા જામીન ઉપર છૂટીને ફરીથી પોતાની દીકરીને ભગાડી અપહરણ કરતા, બીજી વાર અપહરણની ફરિયાદ નોંધાવતા, હાલ મુંબઈ જેલમાં છે. આમ, આરોપી રાહુલ ખારવા વિરૂદ્ધ બે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ પોતે પોતાના પરિવાર તથા સગીર દીકરી સાથે ભાવનગર ખોડિયાર માતાજીના દર્શન કરીને ખોડલધામ દર્શન કરવા આવ્યા હતા. ત્યાંથી પોતાની સગીર દીકરી કોઈને કહ્યા વગર જતી રહેલ હતી અને અમે આટલામાં જ એને શોધતા હતા ત્યારે મુંબઈથી પોતાના સંબંધીનો ફોન આવેલ અને ભવનાથ લેવા માટે આવેલાની વિગત જૂનાગઢ પોલીસને જણાવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા સગીરાને સમજાવી, તેના મા-બાપ સાથે જવા અને તેઓની આજ્ઞાનું પાલન કરવા જણાવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા પણ સગીરાના માતા પિતાને પોતાની ફરજ ગણાવી, પોતાના સંતાનની સાર સંભાળ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. પરિવારને પોલીસનો આવો અનોખો અનુભવ થયો હોવાનું જણાવી, જૂનાગઢ પોલીસની મદદથી પોતાની સગીર વયની પુત્રી પરત મળતા, ખૂબ જ ભાવ વિભોર થઈ, પરિવાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની પુત્રી મળવી મુશ્કેલ બનત, એવી લાગણી વ્યક્ત કરી, સુંદર કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ભાંડુંપ મહારાષ્ટ્રના કોળી પરિવારની સગીર વયની પુત્રી, ભવનાથ ખાતે આવી જતા, પરિવાર જનોને મહા મહેનતે શોધી કાઢી, પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!