જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે એકાએક સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા છે અને ડોર ટુ ડોર કલેકશન કામગીરી બંધ કરી દીધી હતી. આ તકે કામદારોએ મનપા તંત્ર ફિક્સ અથવા રોજમદારી તરીકે ભરતી કરે તેવી માંગણી કરી જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેકશન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો સફાઈકામદારોનો આક્ષેપ છે. આજે ૧૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જઈ સફાઈ કામગીરી બંધ રાખી હતી. હડતાળી સફાઈ કર્મચારીઓ હજીયાણી બાગ સામે છાવણી ઉભી કરી ધરણાં ઉપર બેસી ગયા હતા. આ તકે મનપા ડોર ટુ ડોર કલેકશનનો કોન્ટ્રાક્ટ બંધ કરી અને તમામ સફાઈ કર્મચારીઓને ફિક્સ વેતનથી કોર્પોરેશનમાં સમાવી લે તેવી માંગણી કરવામાં આવી હતી. અને જ્યાં સુધી તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલું રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતાં જ ડોર ટુ ડોર કલેકશન કરવા માટે સોસાયટીઓમાં કર્મચારીઓ ન જતા ઠેરઠેર ગંદકી ફેલાયેલ જાેવા મળી રહી હતી.
સફાઈ કામદારોની હડતાળનો સુખદ અંત
આ લખાય છે ત્યારે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓનાં આગેવાનો અને કોન્ટ્રાકટર તેમજ કોર્પોરેટર મોહનભાઈની ઉપસ્થિતિમાં લઘુતમ વેતન સહીતનાં લાભો આપવાનો હાલ પુરતો નિર્ણય લેવાયો છે. અને યોગ્ય કરવાની ખાત્રી અપાતા આંદોલનનો અંત આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews