જીવતા સમાધિની અંધશ્રધ્ધા ફેલાવનારા મહંત સપ્તસુનને જેલનાં સળીયા પાછળ ધકેલો : જયંત પંડયા

0

મહેસાણા તાલુકાનાં છઠીયારડા ગામનાં મહંત સપ્તસુન મહારાજની જીવતા સમાધિની જાહેરાત પોકળ બેબુનિયાદ સાબિત થશે તેવી ભારતજન વિજ્ઞાન જાથાની રાજય કચેરી જાહેર કરે છે. મહંતને જેલનાં સળિયા પાછળ ધકેલી દેવાની માંગ કરવામાં આવી છે. મહંતનું ગતકડુ કાયદા વિરૂધ્ધનું હોય ફિયાસ્કો થશે. જાથાનાં રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, છેલ્લા ૩૦ વર્ષનાં અનુભવનાં આધારે તમામ જીવતા સમાધિની જાહેરાત ખોટી સાબિત સાથે પરિવાર, ગામ, સમાજને નીચા જાેણું જાેવા મળ્યું હતું. જાહેરાત કરનાર તમામ બોગસ સાબિત થયા હતા. જાથાનાં અનુભવે જીવતા સમાધિ લેનારે કયારેય પણ સમાજસેવા, દેશસેવા, ગામ સેવા કે કુટુંબ પરિવારનાં કલ્યાણ માટેની સમસ્યા ઉકેલ, સમાજ સુધારણા કરી હોય તેવો દાખલો નથી.
ધાર્મિક સ્થાનમાં બેસી, ઉંમર થઈ જાય, ભવિષ્યમાં મળતીયાઓને ફાયદો થઈ જાય તે માટે જીવતા સમાધિની જાહેરાત કરનારને યોજનાબધ્ધ રીતે ષડયંત્ર પાર પાડે છે. સમાધિ લેનારનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવતું નથી. માનવમેદની, શ્રધ્ધાળુઓ પાસે સરકાર તંત્ર લાચાર, અસહાય દશામાં જાથાએ નજરે જાેયું છે. આવા કિસ્સા ભારતમાં વધુ જાેવા મળે છે તેનું જાથાને દુઃખ છે. જેથી તંત્રે આ મહંત સામે કડક કાનુની કાર્યવાહી કરી સોૈપ્રથમ અટકાયતી પગલા ભરવા જાેઈએ. સરકારે જીવતા સમાધિની જાહેરાત કરનારને જેલ ભેગો કરવો જાેઈએ તેવી જાથા માંગ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!