આસામના પથારકાંડીના ભાજપના ઉમેદવારની કારમાંથી ઇવીએમ મશીનો મળી આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં ચૂંટણી પંચે ચાર ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરીને રાતબરીમાં ફરી ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે.
કરીમગજમાં શું બન્યું હતું ?
આસામમાં પહેલી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન પુરૂં થયાના કલાકોમાં જ પથારકાંડીના ભાજપના ધારાસભ્ય તથા ઉમેદવાર ક્રિનેન્દુ પૌલ દ્વારા ખરીદાયેલી મહીન્દ્રા બોલેરો કારમાં ઇવીએમ મશીનો લઇ જવાય છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. આ અહેવાલોને પગલે કરીમગંજમાં હિંસા ભડકી ઉઠી હતી, જ્યારે સ્થાનિક લોકો કારને ઘેરીને ઉભા થઇ જતાં પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. અધિકારીએ કહ્યું કે, રતાબરી મતવિસ્તારની એમવી સ્કૂલના ઇવીએમ લઇને એક કાર કરીમગંજના સ્ટ્રોંગરૂમ પર લઇ જઇ રહી હતી તે ખરાબ થઇ ગઇ હતી ત્યારબાદ તેણે એક ખાનગી વાહનની મદદ લીધી હતી. આકસ્મિક જ આ વાહન ભાજપના પથારકાંડીના ધારાસભ્ય ક્રિનેન્દુ પોલના નામે નોંધાયેલું હતું. જ્યારે આ વાહન નીમલ બજાર પહોંચ્યું ત્યારે કેટલાક લોકોએ તેને અટકાવ્યંુ હતું.
કારનો માલિક કોણ ?
વીડિયોમાં દેખાતી વ્હાઇટ બોલેરો પથારકાંડીથી ભાજપના ધારાસભ્ય તથા હાલ અહીંથી ઉમેદવાર ક્રિનેન્દુ પોલની હતી. ઉમેદવારી પત્રમાં ક્રિનેન્દુએ એએસ ૧૦બી ૦૦૨૨ નંબરની બોલેરો કારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્ર ઉપર વિપક્ષના પ્રહાર
આ ઘટના બાદ વિપક્ષે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર જાેરદાર પ્રહાર કર્યા હતા. તેમણે ટિ્વટમાં લખ્યું કે, તમામ રાષ્ટ્રીય પાર્ટીઓએ ઇવીએમનું ફરી ગંભીર રીતે મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમની પાર્ટીના અન્ય નેતા ગૌરવ ગોગોઇએ ઇવીએમ કબજે કરવાની ઘટના ગણાવી હતી. જ્યારે એઆઇયુડીએફના બદરૂદ્દીન અજમલે ભાજપ ઉપર પ્રહાર કરતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઇવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે.
હવે શું થશે ?
સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ ચૂંટણી પંચે બીજી એપ્રિલે કહ્યું કે, ઇવીએમ કોઇપણ નુકસાન વિના મળી આવ્યા છે. જાેકે, ઈવીએમ લઇ જનારા તે સમયના અધિકારી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. જાેકે, ઇવીએમ કોઇ ગરબડ વિના મળ્યા છે તેમ છતાં રતાબરીમાં વધુ સુરક્ષા સાથે એમવી સ્કૂલના બૂથ ૧૪૯માં ફરી મતદાનની ઘોષણા કરવામાં આવે છે. ફરી ચૂંટણીની તારીખો હજુ જાહેર કરાઇ નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews