જૂનાગઢ નિવૃત્ત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની વરણી કરાઈ

0

જૂનાગઢ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની તાજેતરમાં યોજાયેલ બેઠકમાં આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે મેણંદભાઈ ડાંગર, ઉપપ્રમુખ યોગેશભાઈ મહેતા, મહામંત્રી ધનેશભાઈ રાજયગુરૂ, કાર્યાલય મંત્રી જનાર્દનભાઈ દવે, મગનલાલ મેંદપરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે શિક્ષકો સંઘના સભ્ય ન હોય તેઓએ તાત્કાલીક સભ્ય બની જવા તેમજ વધુ વિગત માટે શુભ કોમ્પ્લેક્ષ, જલારામ પેંડાવાળાની ઉપર, ટીંબાવાડી, મધુરમ બાયપાસ મો.નં. ૯૯૭૯ર ૪૬૮૪૬નો સવારે ૧૦ થી બપોરે ૧.૩૦ સુધી સંપર્ક કરવા સંઘનાં પ્રમુખ મેણંદભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews