ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પથી ઘર કરી ગયેલો કોરોના એક વર્ષ બાદ પણ ખસવાનું નામ નથી લેતો પરિણામે વિદ્યાર્થીઓનું ગત વર્ષ બરબાદ થયા બાદ ચાલુ વર્ષે પણ એ જ સ્થિતિ છે. હાલ રાજ્યના આઠ મહાનગરોમાં આવેલી શાફ્રાઓમાં ઓફલાઈન શિક્ષણ ૧૦ એપ્રિલ સુધી બંધ કરી દેવાયું છે. જે હાલના કોરોનાના કેસો જાેતા ૧૦ એપ્રિલ બાદ પણ ખુલવાની શક્યતા ઓછી છે. રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ૧૦ એપ્રિલ સુધી બંધ કરી દેવાયું છે. સ્કૂલો બંધ થતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ તો ઓનલાઈન મેળવાય છે પરંતુ પરીક્ષાઓ કઈ રીતે લેવાશે ? તે પ્રશ્ન વાલીઓને અને વિદ્યાર્થીઓને મુંઝવી રહ્યો છે. આ અંગે રાજ્યના એક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ તો ૧૦ એપ્રિલ સુધી શાળાઓ બંધ છે. પરંતુ કોરોનાના કેસો જે ગતિએ વધી રહ્યા છે તે જાેતા હાલ શાળાઓ ફરી શરૂ કરવી શક્ય નથી. છતાં સરકાર તરફથી જે પ્રમાણે આદેશ આવશે તેનું પાલન કરવામાં આવશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઈન જ અભ્યાસ કરવો પડશે અને પરીક્ષા પણ ઓનલાઈન જ લેવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews