માણાવદરમાં લોટ-પાણી અને લાકડા જેવી સીસી રોડનાં કામ સામે પૂર્વ પ્રમુખની ઉચ્ચકક્ષાએ રજુઆત

0

માણાવદર શહેરમાં હાલ ચાલી રહેલ પાલીકાનાં સીસી રોડનાં વિવિધ રોડનાં કામમાં લોટ-પાણી અને લાકડાની સ્થિતિ જાેવા મળતી હોય આ કામની તપાસ કરવા તથા કોઈપણ જાતનાં સીસી રોડ કે અન્ય કામનુ પેમેન્ટ ન કરવા એક સ્ફોટક પત્ર પાલીકાનાં પૂર્વ પ્રમુખ જગમાલભાઈ હુંબલે પાઠવી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હોવાનું જણાવેલ છે.
જગમાલભાઈ હુંબલે વધુમાં જણાવેલ કે રોડ કામમાં ભાર ગેરરીતી થઈ છે. નિયમો અનુસાર કોઈ કામ થતું નથી. આરસીસી રોડમાં ખોદાણ થયા બાદ લેવલીંગ થતું નથી. આરસીસી રોડમાં એગ્રીમેન્ટ મુજબ માલ વપરાતો નથી. આરસીસી રોડ પૂર્ણ થયા બાદ બીજા દિવસે પાણીના ટેન્કર દ્વારા પાણી છાંટે છે જેથી રોડ નબળા પડી જાય છે.
પાલીકા પ્રમુખ મહીલા પ્રમુખ પુષ્પાબેન ગોરનાં વડપણ હેઠળ રસ્તાઓ બની રહયા છે ત્યારે મહીલા પ્રમુખ સામે ચોંકાવનારી ફરીયાદ પાલીકાનાં પૂર્વ પ્રમુખ તથા હાલનાં સદસ્યે ઉચ્ચકક્ષાએ રજુઆત કરતાં શહેરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews