કલ્યાણપુરમાં નોંધાયેલા દુષ્કર્મના પ્રકરણમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારતી સ્પે. પોક્સો અદાલત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની સગીર પુત્રીને અપહરણ કરીને લઇ ગયા બાદ દુષ્કર્મ આચરવાની અંગેના ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા દસ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કરાયો છે. આ પ્રકરણની વિગત મુજબ ચોટીલા ખાતે રહેતા બલભદ્ર ઉર્ફે કૃણાલ જયંતિદાસ ગોંડલીયા નામના એક શખ્સ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને ગત તારીખ ૨૫-૧૦-૨૦૧૭ના રોજ લઈ ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આરોપી શખ્સે સગીરાને જુદા-જુદા સ્થળોએ લઈ જઈ અને તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી કલ્યાણપુર પોલીસે આરોપી બલભદ્ર ઉર્ફે કૃણાલ ગોંડલીયા સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ તથા પોકસો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં સગીરાની જરૂરી મેડિકલ તપાસ તથા પુરાવાઓ વિગેરે સાથેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા આ કેસ અંગે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલતના જજ ડી.ડી. બુદ્ધદેવ સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓ, તથા ૧૫ સાક્ષીઓ વિગેરેની દલીલો ધ્યાનમાં લઈ અને અદાલત દ્વારા બલભદ્ર ઉર્ફે કૃણાલ જયંતિદાસ ગોંડલીયાને આરોપી જાહેર કરી, તેને જુદી જુદી કલમો હેઠળ કુલ દસ વર્ષની સખત સજા તથા રૂપિયા ૧૦ હજારનો રોકડ દંડ અને જાે તે દંડ ન ભરે તો વધુ એક વર્ષની જેલની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. આ પ્રકરણમાં જે તે સમયે આરોપી શખ્સને મદદગારી કરવા સબબ તેના માતા પિતાનું નામ પણ ફરિયાદમાં જાહેર થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews