ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૬૪૦ નવા કેસ નોંધાયા છે તેમજ હોસ્પિટલના બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલો પણ ૬૪ ટકા ભરાઈ ગઈ છે. આ સિવાય કેસમાં વધારો થવાને કારણે શહેરની મુખ્ય બે હોસ્પિટલો સિવિલ અને સોલા સિવિલમાં પણ ૫૦ ટકા બેડ ભરાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. કોરોના વાયરસમાં થઈ રહેલા બદલાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણની તીવ્રતા ઓછી હશે તેવી આશા હતી પરંતુ શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, દાખલ થનારા અમુક દર્દીઓની પરિસ્થિતિ ગંભીર હોય છે. અમદાવાદની ૯૦ ખાનગી હોસ્પિટલોમાં દાખલ ૨૦૯૦ દર્દીઓમાંથી ૨૩ ટકા દર્દીઓ વેન્ટિલેટર ઉપર અથવા આઈસીયુમાં હતો. સરકારી હોસ્પિટલોમાં પણ આ આંક લગભગ સરખો જ જાેવા મળી રહ્યા છે. મૃત્યુદરમાં હજી નોંધપાત્ર વધારો જાેવા નથી મળ્યો, જે એક સકારાત્મક બાબત છે. દિવાળી પહેલાના સમયગાળામાં જ્યારે પ્રત્યેક ૧૦૦૦ દર્દીઓમાં ૧૦ દર્દીઓ જીવ ગુમાવતા હતા, તેની સરખામણીમાં હાલમાં કોરોનાના ૧૦૦૦ દર્દીઓમાં ૩ દર્દીઓના મૃત્યુ થાય છે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના સભ્ય તેમજ અમદાવાદમાં કાર્યરત પેથોલોજિસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી જણાવે છે કે, “સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ સીટી સિવેરીટી સ્કોર ૧૭થી ૨૪ની વચ્ચે હોય છે, જે પ્રમાણમાં વધારે છે. આ જ કારણે કદાચ ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. અમે એવા ઘણાં પરિવારો જાેયા છે જ્યાં એકસાથે ઘરના ૩-૪ સભ્યોની સારવાર ચાલી રહી હોય.” વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓમાં સામાન્યપણે સીઆરપી સ્કોર ઓછો જાેવા મળે છે, જેના કારણે મૃત્યુદરમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર પ્રદિપ પટેલ જણાવે છે કે, ગત્ અઠવાડિયાની સરખામણીમાં વધારે દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી છે. ૫૦ વર્ષથી ઓછી ઉંમર હોય તેવા પણ ઘણાં દર્દીઓમાં વાયરસની તીવ્રતા વધારે જાેવા મળે છે. જાે કે સારવારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવાનો અને હોમ આઈસોલેશનનો દર ૧ઃ૫ હતો, પરંતુ હવે તે ૧ઃ૧ અથવા ૧ઃ૨ થઈ શકે છે. દર્દીઓમાં જાેવા મળતા સામાન્યથી ગંભીર લક્ષણોને આ માટે જવાબદાર ઠેરવી શકાય.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews