વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ જૂનાગઢનાં સિનિયર સિટીઝન્સની કમાલ

0

જૂનાગઢમાં સિનિયર સિટીઝન્સ મંડળ, આયોજીત ઈનડોર ગેમ્સ કેરમ, ચેસ, ટેબલ ટેનિશ અને બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ તા.ર૭-૩-ર૦ર૧ શનિવારે સવારનાં ૧૦ઃ૦૦ કલાકે જિમખાના કલબ અને સિનિયર સિટીઝન્સ કાર્યાલય, જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ હતી. ૭પ જેટલા સિનિયર સિટીઝન્સ ખેલાડી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હતો. પોતાની ઢળતી ઉંમરે પણ આજનાં યુવાનોને પણ શરમાવે તેવી છટાથી ટેબલ ટેનિશ અને બેડમિન્ટન જેવી રમતોમાં શોટ મારી અને આવેલ શોટને રીર્ટન કરવાનાં પોતાનાં કોૈશલ્યોનો પરિચય કરાવેલ હતો. આ ઈનડોર ગેમ્સનું ઈનામ વિતરણ કાર્યક્રમ સિનિયર સિટીઝન મંડળનાં પાયાનાં સમા સભ્યો ૯૩ વર્ષનાં આદમભાઈ દુરવેશ, ૮૬ વર્ષનાં હરિપ્રસાદ દવે અને ૮૧ વર્ષનાં આંતરરાષ્ટ્રીય ખેલાડી ભાનુમતિબેન પટેલનાં વરદહસ્તે વિજેતા ખેલાડી ભાઈ-બહેનોને પ્રમાણપત્ર અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે મંડળનાં પ્રમુખ જે.બી. માંકડ, ઉપપ્રમુખ આઈ.યુ. સીડા, મંત્રી જે.એમ. ઝાલાવાડિયા તમામ ટ્રસ્ટી પરિવારે વિજેતા ખેલાડી ભાઈ-બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ હતી. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા મંડળનાં ટ્રસ્ટી વજશીભાઈ સોલંકીએ સુંદર રીતે સંભાળેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews