૧૦ એપ્રિલ પછી ગરમી વધુ ‘કાળજાળ બનશે’

0

તા.૧૦-૪-ર૦ર૧થી ગરમીનું પ્રમાણ હજુ પણ વધશે અને તા.૧૩-૪-ર૧નાં રાત્રે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ ત્યારબાદ ઉત્તરોતર ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનો પારો તા.૧પ એપ્રિલ બાદ ૪૩ ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના છે. તા.૧૯ એપ્રિલથી કાયદેસર પંચાગ પ્રમાણે ગીષ્મઋતુનો પ્રારંભ થશે અને લોકોને અકળાવતી ગરમીમાં વધારો થશે. ચૈત્ર મહિનામાં પાંચ મંગળવાર હોવાથી અને ચૈત્ર મહિનાનો પ્રારંભ પણ મંગળવારથી છે અને સમાપ્તી પણ મંગળવારથી છે. આથી ગરમી અને બિમારીમાં વધારો થાય લોકોએ સાવચેત રહેવું જરૂરી બને. તેમાં પણ ખાસ કરીને ર૩,ર૪,ર૯,૩૦ એપ્રિલ મહિનામાં આ તારીખે ગરીમીથી બચવું જરૂરી બને. તા.૧-પ-ર૧ની ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે. જે તા.૮-પ-ર૧ સુધી રહેશે. આમ આ આઠ દિવસ જેટલી ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય. ચૈત્ર દનૈયાની ખાસીયત એ છે કે દનૈયા દરમ્યાન ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય એમ માનવામાં આવે છે. મે મહિનામાં તા.૧ર,૧૩,ર૦,ર૧,ર૬,ર૭ આ તારીખમાં ગરમી અને બિમારીથી વધારે બચવું જરૂરી. મે મહિનામાં તા.૧૬ પછી ગરમી સાથે બફારાનું પ્રમાણ વધારે રહે અને તા.૧ર મે પછી ગરમીનો પારો ૪૩થી ૪૪ ડિગ્રી જાય તેવી શકયતા વધારે રહેલી છે. અને મે મહિનામાં ખોરાક લેવામાં પણ પરેજી રાખવી જરૂરી બનશે. જુન મહિનાની શરૂઆતથી જ બફારો વધારે રહેશે. અમુક જગ્યાએ વરસાદ થોડો થોડો પડે. આ વર્ષે બધા જ ગ્રહ યોગો જાેતા તથા તા.૧૪-પ-ર૦ર૧ની સૂર્ય રાહુનો ગ્રહણયોગ ગોચરમાં થશે. આથી બિમારી અને ગરમીથી બચવું જરૂરી બનશે. તે ઉપરાંત સૂર્યની અગ્નિથી પણ બચવું જરૂરી બનશે. લોકોએ આરોગ્ય અને અકસ્માતથી બચવા માટે તકેદારી રાખવી. શિવજીને દરરોજ જળ ચડાવું અને શિવ ઉપાસનાં કરવી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!