જટાશંકર જવાનાં માર્ગ ઉપર સિંહનો પડાવ, મારણની મિજબાની કરી

0

જૂનાગઢ શહેરની ભાગોળે જુદા-જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા ખાસ કરીને જંગલનો રાજા વનરાજ અવાર-નવાર શહેરી વિસ્તારો તરફ જાેવા મળે છે. જાેકે મોજમાં ફરતા સિંહ પરિવાર મોટાભાગે નુકશાન કરતા નથી પરંતુ પશુઓનાં માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે.
જટાશંકર જવાનાં રસ્તે સિંહે ગાયનું મારણ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા તપાસની સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ તો એવું કહેવાય છે કે, ઉનાળાનાં આકરા તાપ વચ્ચે વન્ય પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં નીકળી પડતા હોય છે અને મોકો મળે ત્યાં હાથ મારી લેતા હોય છે. ઉનાળામાં ખોરાક અને પાણીની તલાશમાં વન્ય પ્રાણીઓ તળેટી વિસ્તાર તરફ દેખાઈ રહ્યા છે. તેમાંય સિંહો મારણ માટે રાતે દેખાયા બાદ હવે ધોળા દિવસે મારણ કરીને મિજબાની ઉડાવતા નજરે ચડયા છે. ભવનાથમાં છેલ્લા પાંચ દિવસમાં સિંહોએ મારણ કર્યાની આ બીજી ઘટના સામે આવી છે, થોડા દિવસો પહેલા રાતે ૯ વાગ્યાનાં અરસામાં નારાયણ ધરો પાસે બે સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જેની મિજબાની ઉડાવતા હોય તેવા દ્રશ્યો જાેવા લોકો ઉમટી પડયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો, ત્યાં વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં જટાશંકર તરફ જતા રસ્તે ધોળા દિવસે એક સાવજે એક પશુનું મારણ કરીને મિજબાની ઉડાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, ધોળા દિવસે સિંહોનાં ગીરનાર તળેટી વિસ્તારમાં આંટાફેરાથી વન વિભાગની કામગીરી વધી છે. જાેકે અનેક વિસ્તારોમાં વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!