કોરોનાનાં દર્દીને અપાતા રેમેડેસિવિર ઈંજેકશનનો જથ્થો જૂનાગઢની એક પેઢીએ ખાનગી હોસ્પીટલોને વેંચી નાખ્યો ?

0

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે તેવા સંજાેગોમાં લોકોએ ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ જે લોકોને કોરોના થયો છે તેવા લોકોને સારવાર તો પુરી પાડવી પડે છે અને કોરોનાથી ઉગારી લેવા માટેની જે દવાઓ હાલ ચલણમાં છે તેમાંથી ખાસ કરીને રેમેડેસિવિર નામના ઈંજેકશનની અછત જુદા જુદા શહેરોમાં સર્જાઈ રહી છે. રાજકોટની વાત કરીએ તો પાંચ દિવસ પહેલાં રૂા. પ૪૦૦ના ભાવે મળતા હતા અને તે છુટથી મળતા હતા પરંતુ આજે અન્ય શહેરોમાં પણ આ ઈંજેકશન મળતા બંધ થયા છે અને તંગી સર્જાઈ છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ રેમેડેસિવિર ઈંજેકશન ઉપલબ્ધ કરવા માટે ભારે હાલાકી પડી રહી છે.
લોકોમાં એવું ચર્ચાય છે કે, જૂનાગઢની એક પેઢીએ તેમની પાસે આવેલ આ ઈંજેકશનનો જથ્થો તેઓએ બારોબાર પ્રાઈવેટ હોસ્પીટલોને વેંચી નાખેલ હોવાને કારણે જૂનાગઢના કોઈ મેડીકલ સ્ટોર પાસે હાલ આ ઈંજેકશન છે નહીં. જયારે જે તે ખાનગી હોસ્પીટલ પાસે આ ઈંજેકશન મળી રહે છે અને તેની કિંમત ૧ર હજાર રૂપિયા જેવી લેવાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. અત્યંત ચર્ચાસ્પદ બનેલી આ અંગેની વધુ વિગત એક ચર્ચા સ્વરૂપે એવી પણ બહાર આવી છે કે, જૂનાગઢમાં દવાની એક પેઢીને કંપની તરફથી ૯૦૦ ઈંજેકશનનો જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો અને આ પેઢી દ્વારા મેડીકલ સ્ટોરને આ ઈંજેકશનનો જથ્થો આપેલ નહીં અને તેને બદલે ખાનગી હોસ્પીટલોને આપી દીધો હોવાની ચર્ચા છે. સામાન્ય રીતે રૂા. ૩પ૦૦ થી ૪૦૦૦ જેવી કિંમતે આ ઈંજેકશન મળી રહે છે પરંતુ મેડીકલ સ્ટોરમાં આ ઈંજેકશન હાલ ઉપલબ્ધ ન હોય તેથી કેટલીક ખાનગી હોસ્પીટલો દ્વારા રૂા. ૧ર,૦૦૦ના ભાવે આ ઈંજેકશનો અપાતા હોવાની પણ ચર્ચા છે. આ બાબત જાે ખરેખર સત્ય હોય તો શરમજનક છે અને તેની તટસ્થ તપાસ કરવાની જાગૃત આગેવાને માંગ ઉઠાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews