કોરોના વાયરસનીએક વર્ષ પહેલાં જે સ્થિતી હતી તેના કરતાં પણ વધુ ગંભીર સ્થિતી જાેવા મળી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ૧.૧પ લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. એકટીવકેસનો આંકડો ફરી દસ લાખ તરફ વધી રહેલ છે. આ બધા વચ્ચે દિલ્હી,મુંબઈ જેવા શહેરોમાં બેડની અછત જાેવા મળી રહી છે. પુણે, નાગપુર જેવા શહેરોમાં બેડની ભારે તંગી સર્જાઈ હોવાનું કેઈએમ હોસ્પીટલના ડોકટરોએ જણાવ્યું હતું. મુંબઈમાં કોરોના બેકાબુ બન્યો છે અને દરરોજ સરેરાશ ૧૦ હજાર કેસ સામે આવી રહ્યા છે. આ સંજાેગોમાં લોકોમાં બેડને લઈને ચિંતા વધી છે. બીએમસીની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં હાલ બેડની તંગી નથી પરંતુ આ આંકડા ખુબ ઝડપથી વધી રહ્યા છે. ઓક્સિજન અને નર્સની તાત્કાલીક જરૂરીયાત ઉભી થઈ છે તેમ કેઈએમના ટોચના ડોકટરોએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews