સરકારના લોકડાઉન લાગુ કરવાના નિર્ણયની અનિલ અંબાણીના પુત્ર અનમોલે આકરી ટીકા કરી

0

કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લોકડાઉન લગાડવાના સરકારી પ્રયાસો ઉપર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે, આ નિર્ણયને આરોગ્ય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ તેનો મુખ્ય હેતુ ભારતમાંચીન જેવા સર્વાધિકારવાદી બાયો સર્વેલન્સ ફાસીવાદી દેશનું સર્જન કરવાનો છે. એક પછી એક ટ્‌વીટની શ્રેણીમાં અનમોલ અંબાણીએ લખ્યું હતું કે, ‘લોકડાઉનનો નિર્ણય સ્વાસ્થ્ય વિષેનો નથી પણ નિયંત્રણ વિષેનો છે. હું વિચારીશ કે આપણામાના મોટાભાગના લોકો જાણતા કે અજાણતા તમારા જીવનના દરેક પાસાંને નિયંત્રિત કરવા માટે ઘણી મોટી અને ખુબ જ અસ્પષ્ટ યોજનાઓની જાળમાં ફસાઈ ગયા છે.’

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews