ખંભાળિયાના વેપારીઓ દરરોજ સાંજે ચાર વાગ્યા પછી પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક સ્તરે વધી રહ્યું હોવાના ઉપસ્થિત થતાં ચિત્ર વચ્ચે ખંભાળિયામાં પણ નોંધપાત્ર રીતે વધતા જતા કોરોના પોઝિટિવ કેસોથી લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી પ્રસરી છે. કોરોનાનો પીક પીરીયડ આવી રહ્યો હોય તેમ જિલ્લામાં મંગળવારે ૧૭ બાદ ગઈકાલે વધુ ૧૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયા પંથકમાં પણ વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને લઈ, ગઈકાલે બુધવારે અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગુરવની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વેપારી મંડળના આગેવાનોની એક મિટિંગ યોજવામાં આવી હતી. વેપારીઓની આ બેઠકમાં રિટેઈલ ગેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન, કટલેરી હોઝીયરી ફુટવેર, હોલસેલ ગેઈન મર્ચન્ટ એસોસિએશન સહિતના મહત્વના આશરે દસ જેટલા એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ સાથેની આ મિટિંગમાં નક્કી થયા મુજબ કોરોનાનું સંક્રમણ અટકાવવા આગામી તારીખ ૨૦ એપ્રિલ સુધી શહેરના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવશે. ત્યાર બાદ સ્વૈચ્છિક રીતે વેપારીઓ પોતાના કામધંધા બંધ કરી દેશે. આ વચ્ચે તેમના દ્વારા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતની અમલવારીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરના મોટાભાગના વેપારીઓએ આ ર્નિણયને ટેકો આપી આપી આવકાર્યો છે અને આજરોજ ગુરૂવારથી આ નિયમની અમલવારી સ્વૈચ્છિક રીતે કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્રને સાથ-સહકાર આપવા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા તેમના વેપારી ભાઈઓને અપીલ કરવામાં આવી છે.
અનેક વેપારીઓ અસમંજસમાં મુકાયા
આજથી આંશિક અને સ્વૈચ્છિક લોકડાઉનના મુદ્દે અનેક નાના વેપારીઓ ભારે દ્વિધામાં મૂકાઇ ગયા છે. હાલ ગંભીર રોગચાળા વચ્ચે પ્રવર્તી રહેલી કાતિલ મંદીમાં સાંજના સમયે કે જ્યારે ઘરાકી હોય ત્યારે વેપાર-ધંધા બંધ કરવાથી વેપારીઓને આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ હોવાથી વેપારીઓ આ બંધ રાખવું કે કેમ તે બાબત ચિંતા સાથે અસમંજસ જેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!