ખજુદ્રા ગામે કોરોના વેક્સિનનો ત્રીજાે ડોઝ ગ્રામજનોને આપવામાં આવ્યો

0

ઉનાનાં ખજુદ્રા ગામની અંદર ત્રીજી વખત કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કુલ ૩૨ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી  છે. ત્યારે ખજુદ્રા ગામના રાજકિય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓએ કોરોના વેક્સિન લેવાથી દૂર રહ્યા હતા. ગામના અસિક્ષિત અભણ લોકોને કોરોના વેક્સિન બાબતે ગામલોકોની અંદર ભય-ડર હોય, જેના કારણે વેક્સિન બાબતે જરા પણ માહીતી ના હોય જેના કારણે ગ્રામજનો કોરોના વેક્સિન લેવાથી દૂર રહ્યા છે. સરકાર તરફથી ગામડાઓના લોકોને વહેલી તકે કોરોના વેક્સિન લેવાના ફાયદાઓ જણાવવામાં આવે અને રાજકિય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓ કોરોના વેક્સિન લઈને લોકોમાં જાગૃતિ ફેલાવે એવી ગામ લોકોએ માંગ કરેલી છે. આરોગ્ય પેટા કેન્દ્ર ખજુદ્રા અધિકારી ઝણકાટ કણકભાઈ, ગોસ્વામી પુજાબેન, આશાવર્કર સાતુબેન વગેરે ઉપસ્થિત રહી ત્રીજી વખત કોરોના વેક્સિન આપવાનું આયોજન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews