જૂનાગઢમાં આકરા તાપથી જનજીવન પ્રભાવિત, બપોરે કર્ફયુ જેવો માહોલ

0

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ઉંચે જઈ રહેલ છે અને આકરી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો આકરી ગરમીમાં અકળામણનો અનુભવ કરી રહેલ છે. જાે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાન ઘટવાને પગલે જૂનાગઢનાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળશે. છેલ્લા બે દિવસથી તાપમાન વધતાં જૂનાગઢ શહેરમાં બપોરના સમયે અગ્નિવર્ષા થતી હોવાનો લોકોએ અહેસાસ કર્યો હતો અને જનજીવન પ્રભાવિત થતાં બપોરે સ્વૈચ્છિક કર્ફયુનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે મહત્તમ તાપમાન ૪૦.પ ડિગ્રી અને લઘુતમ ૧૮.૬ ડિગ્રી, ભેજનું પ્રમાણ સવારે ૭૯ ટકા અને બપોર બાદ ૧૪ ટકા, પવનની ગતિ પ.૪ કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. લોકો આકરી ગરમી, બફારાથી ત્રસ્ત બની ગયા છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટવા સાથે ગરમીમાં લોકોને રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!