જૂનાગઢમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું, વધુ નવા ૪૩ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહયું હોય જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢની કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે. આજે નવા ૪૩ કેસ નોંધાયા, ૧૭ ડીસ્ચાર્જ કરાયા, શહેરમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા ૪૩ કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં ૨૧, જૂનાગઢ ગ્રામ્યમાં ૪, વંથલીમાં ૩, કેશોદમાં ૪, માણાવદરમાં ૪, માળીયામાં ૩, વિસાવદરમાં ૨, મેંદરડામાં ૨ કેસો નોંધાયા છે. આજે જીલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં ૧૭ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજાેશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧ લાખ ૮૪ હજાર ૪૩૨ લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વધુ ૪,૩૨૪ લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews