કોરોનાની મહામારી વચ્ચે પણ કોવીડગ્રસ્ત સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ :માતા-બાળકની જીંદગી બચાવતાં જૂનાગઢ ડો. રીતુ પરસાણીયા અને ડો. કિશન પરસાણીયા

0

હાલ ઠેર ઠેર કોરોનાની મહામારી વધી છે ત્યારે દરેક ડોકટરો પણ દર્દીની સારવાર કરવાનું વિચારતા હોય છે. તેમાં પણ કોવીડગ્રસ્ત જયારે દર્દી હોય ત્યારે જીંદગી બચાવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ સ્થિતિમાં માનવતાનું અભેદ ઉદાહરણ પુરૂ પાડતા જૂનાગઢ સરકારી હોસ્પીટલનાં ગાયનેક વિભાગમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતાં અને નોર્મલ ડીલેવરી કરાવવામાં જેમનું અગ્રેસર નામ છે તેવા ડો. રીતુબેન પરસાણીયા તથા ડો. કિશન પરસાણીયાએ મુળ ગડુ (વેરાવળ) ગામનાં સગર્ભા દર્દી તા. ૮-૪-ર૧ના રોજ દાખલ થયા ત્યારે કોવીડગ્રસ્ત પોઝીટીવ આવતાં માતા તથા બાળકની જીંદગી બચાવવા અથાગ પ્રયત્નો કર્યા તે માટે સરકારે કોવીડ માટે ખાસ ડીલેવરી માટે અલગ જ વિભાગ કર્યો છે તેમાં આ બંને ડોકટરોએ કોવીડગ્રસ્ત મહીલાની નોર્મલ ડીલેવરી કરાવી માતા-બાળકની જીંદગી બચાવવા પોતાની જીંદગી દાવ ઉપર લગાવી એટલે કે કોવીડગ્રસ્ત છે તે ખબર હોવા છતાં તેનો ચેપ લાગશે તો શું સ્થિતિ થશે? તે જાણતા હોવા છતાં પોતાના જીવની પરવા કર્યા વિના નોર્મલ ડીલેવરી કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે. આ બનાવની ચોમેર પ્રસંશા થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews