ગુજરાત પોલીસ દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા નોંધપાત્ર કામગીરી

0

ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા તથા માસ્ક ન પહેરનાર વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગે વધુ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. જે સુચના બાદ આ સંદર્ભે પોલીસ કાર્યવાહી વધુ સઘન અને વધુ અસરકારક થયેલ છે. જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા.૭-૪-૨૦૨૧ના રોજ જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ કુલ-૧,૫૨૭ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૧,૩૬૦ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૧૧,૩૭૫ વ્યકિતઓ પાસે રૂા.૧,૧૩,૫૦,૦૦૦/-નો દંડ વસુલ કરાયેલ છે. કરફયુ ભંગ બદલતથા એમ.વી. એકટ-૨૦૭ની જાેગવાઇઓના ભંગ બદલ કુલ-૮૧૦વાહનો જપ્ત કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews