૪૫ લાખની કિંમતનાં દારૂનો નાશ કરતી દ્વારકા પોલીસ

0

દ્વારકા જીલ્લામાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ તથા ૨૦૨૦ના લગભગ ૫૪ જેટલા દારૂના ગુનામાં પકડાયેલ દ્વારકા તથા મીઠાપુર પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો દ્વારકા ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી ડીવાયએસપી, દ્વારકા પીઆઈ, મીઠાપુર પીઆઇ, નશાબંધી આબકારી વિભાગના અધિકારી હાજર રહ્યો હતો. રૂપિયા ૩,૬૭,૫૦૫ની કિંમતના કુલ ૯૪૪ બોટલ તથા રૂા.૧૯૮૦૦ની કિંમતની ૧૯૮ બિયરની બોટલ, જે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ૨૭ ગુનામાં પકડાઇ હતી તે તથા રૂપિયા ૪૦,૯૦,૨૦૦ની રૂપિયાની કિંમતની ૪૫૧૯ બોટલ તથા ૧૭૦૦ની કિંમતની ૧૭ બિયરની બોટલ તથા રૂા.૬૦૨૦ની કિંમતના ૪૮ ચપલા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે ૨૭ જેટલા ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews