જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૩૪માં આદર્શ લગ્ન યોજાયા

0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૬-૪-ર૦૨ મંગળવારના રોજ વણકર જ્ઞાતિ દીકરી ચિ.મીરાબેન જેન્તીભાઇ બેડવાના સત્યમ સેવા યુવક મંડળના હોલમાં રંગેચંગે આદર્શ લગ્ન કરાવી આપવામાં આવેલ હતા. સરકારની ગાઇડલાઇન મુજબ લગ્ન કરાવેલ હતા. સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાના માર્ગદર્શન મુજબ તેમજ દાતાઓ અને સંસ્થા દ્વારા દીકરીઓને આશરે ૫૧ જેટલી કરિયાવરની વસ્તુઓ આપવામાં આવેલ હતી. હાલ અત્યાર સુધીમાં ૧૮ આદર્શ લગ્ન સંસ્થા દ્વારા કરી આપેલ છે. તેમાં શાસ્ત્રી દિવ્યેશભાઈ જાેષી દ્વારા પણ અમૂલ્ય યોગદાન મળેલ છે અને પૂજાપાની બધી ચીજ વસ્તુ તેમજ લગ્નની કોઈ દક્ષિણા લીધેલ નથી. આ તકે સંસ્થાએ તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડીયા, શાંતાબેન બેસ, બટુક બાપુ, પુષ્પાબેન પરમાર, અલ્પેશભાઈ પરમાર, મનોજભાઈ સાવલિયા વિગેરે આ લગ્નમાં ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews