ગીર-સોમનાથ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી માટે તંત્રની બેઠક યોજાઈ

0

ગીર-સોમનાથ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી અંતર્ગત કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સમિતીની બેઠક ઈણાજ ખાતે યોજાઈ હતી. જેમાં કલેકટરએ સાતમી આર્થિક ગણતરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાતમી આર્થિક ગણતરીમાં જિલ્લાના ૩૪૨ ગામ, ૨૩ નેસ વિસ્તાર સહિત કુલ ૩૬૫ ગામોને આવરી લેવાયા હતા. તેમજ શહેરી વિસ્તારના કુલ ૪૭૯ યુએફએસ બ્લોકનો પણ આ ગણતરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા કુલ ૩૬૫૧૯૯ ઈ.સી.ઘર પૈકી ૩૨૦૭૯૭ રહેણાંક અને ૩૬૬૧૫ વાણિજ્યક ઘર છે. આ બેઠકમાં જિલ્લા આંકડા અધિકારી કિરણ ભીલ, આયોજન અધિકારી ભાવનાબા ઝાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, સીએસસી જિલ્લા મેનેજર મનુભાઈ સોલંકી અને શીવાભાઈ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!