વેરાવળ રેયોન કંપનીના કથીત ગેસ ગળતર મામલે જીપીસીબીને તપાસ કરી રીપોર્ટ કરવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરનો આદેશ

0

વેરાવળમાં રેયોન કંપનીમાંથી ગેસ ગળતરના મામલે સ્થાનીક લોકોની વ્યાપક ફરીયાદ બાદ સફાળા જાગેલા તંત્રે તપાસના આદેશ કર્યા છે. ગીર સોમનાથ જીલ્લા કલેકટરે જીપીસીબીના અધિકારીઓને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ રીપોર્ટ આવ્યા બાદ રેયોન કંપની સામે કાર્યવાહી કરવાનો કલેકટરએ નિર્દેશ આપ્યો છે.
મગળવારની રાત્રે વેરાવળ રેયોન કંપનીના પ્લાન્ટ આસપાસની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, નજીકમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીમાંથી ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોવાથી મંગળવારે રાત્રીના જ રોષે ભરાયેલા સ્થાનીક લોકો જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપનીના પ્રદુષણની ફરીયાદ કરવા દોડી ગયા હતા. આ મામલે લોકોનો રોષ જાેઇ એકશનમાં આવેલા તંત્રએ તપાસના આદેશો કર્યા છે. જે અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે એક વાતચીતમાં જણાવેલ કે, રેયોન કંપનીમાંથી કોઇ ગેસ છોડયાની લોકો દ્વારા ફરીયાદ મળી હતી. જેને લઇ રાત્રીના તુરંત જ ટેલીફોનીક જાણ કરી કંપનીને ગેસ છોડવાની પ્રક્રીયા રોકી દેવા આદેશ કરી દેવામાં આવેલ હતો. જયાં સુધી તપાસ ન થઇ જાય ત્યાં સુધી કંપની આવો કોઇ ગેસ ન છોડે તેવી કડક સુચના આપવામાં આવી છે. આ ગેસ ગળતર અંગે જીપીસીબીને તપાસ કરી રીપોર્ટ કરવા આદેશ કરવામાં આવેલ છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, રેયોન કંપની ઘણા સમયથી ગેસ છોડી અને અવાજ પ્રદુષણ ફેલાવી રહી હોવાનો સ્થાનીકો વારંવાર આક્ષેપ કરી રહયા છે. ત્યારે કલેકટરના આદેશ બાદ જીપીસીબી કેવી તપાસ કરે છે અને તે તપાસમાં શું બહાર આવે છે તે જાેવું મહત્વનું રહેશે. પ્રદુષણ ફેલાવવા મામલે જીપીસીબી સ્થાનીક લોકોને મળી તેઓની ફરીયાદ સાંભળી તટસ્થ તપાસ કરે તેવી સ્થાનીકોમાંથી માંગ ઉઠી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews