ખંભાળિયામાં સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ

0

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ, બુધવારે ખંભાળિયાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓની યોજાઈ ગયેલી મિટિંગમાં ગુરૂવારથી તારીખ ૨૦ એપ્રિલ સુધી દરરોજ બપોર પછી આંશિક અને સ્વૈચ્છિક લોકડાઉનને પ્રતિસાદ સાંપડયો છે. ખંભાળિયાના જુદા જુદા વેપારી મંડળ દ્વારા બુધવારે નક્કી થયા મુજબ ગુરૂવારે સાંજે ૪ સુધી જ અનેક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખ્યા હતા. જાેકે શહેરમાં ખાણીપીણી, પાન-મસાલા સહિત અનેક દુકાનો ખુલ્લી જાેવા મળી હતી. અહીંના રાજડા રોડ, સતવારા વાડ વિગેરે વિસ્તારોમાં દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાડયો હતો. જ્યારે નગર ગેઈટ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં અનેક દુકાનો ખુલ્લી રહી હતી. શહેરમાં અનાજ કરિયાણાના વિક્રેતાઓ, સોની, કટલેરી-હોઝીયરી, ફૂટવેરની દુકાનો મહદ્‌ અંશે બંધ રહી હતી. જ્યારે એસોસિએશન વગરના દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર રાબેતા મુજબ રાખ્યા હતા. કેટલાક વેપારીઓએ શટર પાડી, બંધ બારણે વેપાર ચાલું રાખ્યો હતો. કોરોનાના ચિંતાજનક રીતે વધતા જતા સંક્રમણમાં હાલ જ્યારે બજારમાં આવતા ગ્રાહકો તથા ગ્રામજનો બેદરકાર બની ગયા છે, ત્યારે વેપારીઓએ સ્વૈચ્છિક જાગૃતિ કેળવવી જાેઈએ તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!