બાંટવામાં ૩૦મી એપ્રિલ સુધી આંશિક લોકડાઉન : મિટિંગમાં લેવાયો ર્નિણય

0

બાંટવા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને જવાહર રોડ ઉપર આવેલ બગીચામાં દેશ-દુનિયામાં વધતા કોરોના કેસના લીધે સાવચેતીના પગલાં રૂપે સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડની ગાઈડલાઈન મુજબ એક મિટિંગ રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં બાંટવા સરકારી દવાખાનાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, તમામ એસોસિએશનના પ્રમુખો, તમામ નાના-મોટા વેપારીઓ, આગેવાનો, નગરપાલિકાના તમામ સદસ્યો, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી બધા હાજર રહેલ હતા. તમામ વેપારીમિત્રો, આગેવાનો, બુદ્ધિજીવીઓના અભિપ્રાય અને સલાહ સુચન તેમજ હોસ્પિટલના સ્ટાફની સલાહ લઈને આગામી શું પગલાં લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી અને આ મિટિંગમાં સર્વસંમતિથી તારીખ ૧૦-૪-૨૦૨૧ને શનિવારથી લઇને તારીખ ૩૦-૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બાંટવાના તમામ ધંધા રોજગાર સવારે ૮ઃ૦૦ કલાકથી લઇને સાંજે ૫ઃ૩૦ કલાક સુધી ખુલ્લા રાખવાનો તેમજ રવિવારે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews