જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા નાના વેપારીને રાહત પેકેજ આપવાની માંગણી સાથે દેખાવો કરાયા

0

જૂનાગઢમાં રાત્રી કફર્યુનાં વિરોધમાં આમ આદમી પાર્ટીએ આઝાદ ચોકમાં દેખાવો કર્યા હતા. તેમણે રાત્રી કફર્યુ દૂર કરવા અથવા રોજેરોજનું કમાઈ ખાનાર નાના વેપારીને રાહત પેકેજ આપવા માંગ કરી છે. આ અંગે આમ આદમી પાર્ટીનાં ચેતનભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કરાયેલા લોકડાઉનમાં અનેક નાના વેપારીઓનાં ધંધા ચોપટ થઈ ગયા છે. આવા બેકારીમાં માંડ માંડ બેઠા થઈ ફરી ધંધા શરૂ કરનાર નાના વેપારીને રાત્રી કફર્યુનાં કારણે ફરી બેકારીનો સામનો કરવો પડશે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનશે. ત્યારે કાંતો રાત્રી કફર્યુ દૂર કરવામાં આવે અથવા આવા રોજેરોજનું કમાઈ ખાનારાને સરકાર રાહત પેકેજ આપે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews