વેરાવળના શૈક્ષણીક સંકુલમાં પ્રાર્થનાસભા યોજાઇ

0

વેરાવળ નજીક ચાંડુવાવ મુકામે ચાલતી એન.જે. સોનેચા મેનેજમેન્ટ ટેકનીકલ કોલેજના મુખ્ય દાતા બાબભાઇ સોનેચાના નાના પુત્ર સ્વ.અશોકભાઇની પ્રથમ પુણ્યતિથિએ સંસ્થા ખાતે પ્રાર્થનાસભા યોજાઇ હતી. જેમાં દાતા સોનેચા પરીવારના નજીકના જયંતભાઇ દવે, સરોજબેન દવે, વિવેક દવે, સ્મીતાબેન રાવલ ઉપરાંત કોલેજનો સ્ટાફ પરીવાર, સંચાલક મંડળના સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. પ્રાર્થનાસભામાં સંસ્થાના ચેરમેન ચીમનભાઇ અઢીયા, સેક્રેટરી ગીરીશભાઇ કારીયા, સરોજબેનએ શાબ્દીક સુમન અર્પણ કરેલ સાથે હાજર તમામે પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી આપી હતી. જયારે સંસ્થાના ટ્રસ્ટીરઓ ડો.આર.જી. તન્ના, કાકુભાઇ સવજાણી સહિતના વડીલો હાજર ન રહી શકયા હોવાથી શ્રધ્ધાંજલી સંદશો પાઠવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews