મહેંગાઈ ડાઈન ખાય જાત હે ! મોંઘવારી ઉપર લોકડાઉન ક્યારે ?

0

પિપલી લાઈવનું ગીત મહેંગાઈ ડાયન ખાય જાત હે, વર્તમાન સંજાેગો ઉપર યોગ્ય ફીટ બેસે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પરંતુ સરકાર આ દિશામાં હજુ સુધી કોઈ ખાસ પગલાં લઈ શકી નથી. તેલના ડબ્બાના ભાવમાં હરણફાળ ગતિએ વધારો થઈ રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૫૦ને પાર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં તાજેતરમાં ૧૧૫નો ભાવ વધારો ઝીંકાયો અને પામતેલના ડબ્બાનો ભાવ પણ ૨૦૦૦ને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ૯૦ રૂપિયાની નજીક પહોંચી ગયા છે. જીવન ઉપર લોકડાઉન લાદવાને બદલે મોંઘવારી ઉપર લોકડાઉન લાગું કરવાની અતિ આવશ્યકતા છે. લોકડાઉન નહીં પરંતુ સાવચેતી એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews