ગીર સોમનાથ જીલ્લામાં વધી રહેલા કોરોનાના કહેર સામે તંત્ર એકશન મોડમાં આવ્યું

0

રાજય સાથે હવે ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહયાનો તંત્રએ સ્વીકાર કરી સતર્કતાના ભાગરૂપે આગામી સમયમાં કોરોના કહેર સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીર્ધી છે. જીલ્લામાં ફરી ખાનગી હોસ્પીટલોને કોવિડની મંજૂરી આપવાની સાથે કોરોનાના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં એક સ્થળે કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાની સાથે વધુ બે સેન્ટારો શરૂ કરવા કામગીરી હાથ ધરી છે. જયારે વેકસીનેશનની કામગીરીને પણ વેગવંતી બનાવવા તંત્રએ અધિકારીઓને કામે લગાડયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પોઝીટીવ કેસો દિન-પ્રતિદિન નોંધપાત્ર રીતે વધી રહયા છે. તો બીજી તરફ રેકર્ડ ઉપર ન હોય અને જાહેર ન થતા હોય તેવા કોરોના કેસોનો આંકડો બહુ મોટો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. આગામી દિવસોમાં ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો કહેર જાેવા મળશે તેવી લોકો સાથે તંત્ર શંકા સેવી રહયુ છે. જેથી કોરોનાના કહેરમાં જીલ્લાવાસીઓને બચાવવા માટે સતર્કતાના ભાગરૂપે જીલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી આગોતરી તૈયારી કરી રહયુ છે. જે અંગે જીલ્લા કલેકટર અજયપ્રકાશે એક વાતચીતમાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનું ધ્યાને આવેલ છે. ગત તા.૨૨ માર્ચથી દરરોજ સરેરાશ ૧૦ જેટલા કોરોના પોઝીટીવ કેસો આવી રહયા છે અને તેમાં દિન પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ કોરોનાના કેસો વધવાની સંભાવના છે. હાલ વેરાવળમાં કાર્યરત જીલ્લાજ કક્ષાની ૧૦૦ બેડ સુવિધાવાળી કોવિડ (સિવિલ) હોસ્પીટલમાં ૨૧ દર્દીઓ સારવાર હેઠળ ગંભીર સ્થિતિમાં ઓક્સીજન ઉપર સારવાર લઇ રહયા છે. આ પરિસ્થિતિ તથા કોરોના વધી રહેલા કેસોને ધ્યાને રાખી જીલ્લામાં ફરી ખાનગી હોસ્પીટલોને કોવિડ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં વેરાવળ સ્થિત બિરલા હોસ્પીટલને કોવિડની મંજૂરી આપી દેવાયેલ છે જયારે અન્યને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.
વધુમાં ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવેલ છે. હાલ જીલ્લામાં દરરોજ ૭૦૦થી વધુ આરટી-પીસીઆર અને ૯૦૦થી વધુ રેપીડ ટેસ્ટલ મળી કુલ ૧૬૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહેલ છે. કોરોનાના દર્દી વધે તો જરૂરીયાત મુજબના બેડ અને સુવિધા વધારવા માટે જીલ્લામાં ત્રણ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે. જેમાં જીલ્લાના કોડીનાર ખાતે ૩૦ બેડની સુવિધાવાળુ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવેલ છે. જયારે ઉના અને વેરાવળમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.  અત્રે નોંધનીય છે કે, જીલ્લામાં સરકારી ચોપડે દરરોજ સરેરાશ દસેક જેટલા કોરોનાના કેસો નોંધાઇ રહયા છે. તો બીજી તરફ જે પ્રમાણે વ્યાપક રીતે કોરોનાનું ટેસ્ટીંગ થઇ રહયુ છે તે પૈકીના સેંકડો કોરોનાના કેસો પોઝીટીવ આવતા હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સરકારી ચોપડે દેખાતા નથી જે તપાસ માંગી લેતો વિષય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews