જૂનાગઢ શહેરનાં પછાત લઘુમતી વિસ્તારમાં કોવીડ સેન્ટર આપવું જરૂરી

0

જૂનાગઢ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે શહેરનાં મધ્ય વિસ્તાર ખાસ કરીને લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકપણ કોરોના ટેસ્ટીંગ બુથ ફાળવવામાં આવ્યું નથી. જેથી શહેરનાં લઘુમતી વિસ્તારમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરવા મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ મનપાનાં નોડલ અધિકારી શ્રી ટોળીયાને પણ એક વિસ્તૃત પત્ર પાઠવી અને રજુઆત કરી છે અને આ બાબતે તાત્કાલીક પગલા ભરવા જણાવેલ છે.
રમઝાન મહીનામાં કર્ફયુનો સમય બદલવા માંગ
જૂનાગઢનાં મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જણાવેલ છે કે મુસ્લીમ સમાજનાં પવિત્ર રમઝન મહીનાની ઈબાદત માટે રાત્રી કર્ફયુનો સમય દસ વાગ્યાથી કરવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews