કેશોદના પીપળી ગામની સીમમાંથી જેસબી ટ્રેકટરો ઝડપાયા પણ રહસ્ય અકબંધ ?

0

કેશોદ તાલુકાના પીપળી ગામની સીમ અને કેશોદ શહેરી વિસ્તારની હદ આજુબાજુમાં થઈ આશરે આઠ જેટલા ટ્રેકટરો તથા જેસીબી સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે તાલુકાભરમાં પ્રસરી રહી છે. બીજી તરફ બે દિવસ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે કબ્જે કરેલા વાહનો દ્વારા શું ખનીજ ચોરી થતી હતી કે કેમ તે પણ રહસ્ય અકબંધ છે. ખાણ ખનીજ વિભાગ કે મામલતદાર દ્વારા કે પોલીસ સ્ટાફ દ્વારા વાહનો કબ્જે કરાયા તે પણ રહસ્ય અકબંધ હોય જે બાબતે તાલુકાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews