ગુજરાત રાજયમાં વરસાદનાં વરતારાની હોળી કરી જાથાએ વિરોધ પ્રદર્શિત કર્યો

0

ગુજરાત રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની શાખાઓએ કોવિડના નિયમો પ્રમાણે વરસાદના વરતારાના વિરોધમાં સુત્રોચ્ચાર, વરતારાની હોળી, આગાહીઓનું ઉઠમણું–બેસણું રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આગાહીકારોને જેલ ભેગા કરવાની માંગ કરી હતી. વર્ષા પરિસંવાદનું તિક્કડમ બંધ કરવા જાથાએ આખરી ચેતવણી આપી હતી. વરતારા કરનારા પાસે એકપણ પ્રકારનું કસોટી થઈ શકે તેવું વિજ્ઞાન ઉપકરણ ન હોય બંધ કરવા આલબેલ કરવામાં આવી હતી. રાજય કક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું. જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળે વરસાદના પરિસંવાદ ગુગલ મીટ માધ્યમથી ઓનલાઈન આયોજનમાં ર૦ જેટલા વરસાદના આગાહીકારો જાેઈન થયા હતા તેમણે પોતાના ઘરે અનુમાન આધારિત વરતારા જાહેર કર્યા હતા જયારે મંડળને જુદી જુદી જગ્યાએથી ૪૦ જેટલી વરસાદની આગાહીઓ મોકલી તારીખ, મહિના પ્રમાણે વિચારો રજૂ કર્યા હતા. તેમાં આ વર્ષ આઠ થી દસ આની, સરેરાશ વરસાદ મધ્યમ, જુલાઈના ત્રીજા ચોથા અઠવાડિયામાં અતિવૃષ્ટિ, ૧૬ મી ઓગસ્ટ બાદ વરસાદની ખેંચ વર્તાય, માવઠાની નવેમ્બરના બીજા અઠવાડિયામાં વિગેરે વરતારા જાહેર કર્યા હતા. આ બધા વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટી થઈ શકે તેવું એકપણ સાધન કે ઉપકરણ ઉપલબ્ધ નથી. વરતારાનો વિસ્તાર, ઉત્તર–દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ, કચ્છના છેવાડા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ, વિગેરે કંઈપણ નહિ માત્ર ગપગોળા વરતારા લોકોના માથા ઉપર ઠોકી દેવામાં આવ્યા હતા તેનો વિજ્ઞાન જાથાએ હંમેશા વિરોધ કર્યો હતો અને આગાહીકારોને જેલ ભેગા કરવાની માંગ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!