જૂનાગઢ : જન્મ દિન પ્રસંગે સેવાકીય પ્રવૃતિઓ કરાઈ

0

જાયન્ટસ ગૃપ ઓફ જૂનાગઢનાં આઈપીપી એચ.કે.સંતોકી અને જાયન્ટસ ગૃપ ઓફ સાહેલીના પ્રમુખ ચંદ્રિકાબેન સંતોકીનો જન્મદિવસ સેવાકીય સદકાર્ય સાથે ઉજવવાના ઉમદા ભાવ સાથે જૂનાગઢ સ્થિત સત્યમ સેવા મંડળ સંચાલિત મહિલા આશ્રય સ્થાનના નિરાશ્રિત બહેનોને તેઓની રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે નાહવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, શેમ્પૂ, ફિનાઈલ, ડિટરજન્ટ લિક્વિડ-૫ લિટર, કપડા ધોવાનો પાવડર, ટોયલેટ બ્રશ, સાવરણો, સેનિટાઈઝર, માસ્કની “સ્વચ્છતા કીટ” અર્પણ કરવામાં આવેલ હતી તેમજ સ્ત્રીઓ કે  જેના  જીવનનો દરેક શ્વાસ પરિવાર જ હોય તે પરિવાર વિહોણા હોય તે સ્થિતિ તેઓ માટે ખૂબ પીડાકારક હોય તે સ્વાભાવિક છે જેથી તેઓને આશ્વાસન આપી જીવન જીવવાની ચર્ચા સાથે હિંમત આપેલ હતી અને સાથે સત્સંગ પણ કરેલ હતો. આ કાર્યમાં પોતાનો કિંમતી સમય આપી જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર ડો. એમ.એમ.રાવલ, મેઈનના આઈપીપી  એચ.કે. સંતોકી, સાહેલી પ્રમુખ ચંદ્રિકાબેન સંતોકી, મેઈનના ડીએ અતુલભાઈ જાેષી, સોશ્યલ મીડિયા ઓફિસર કૌશિકભાઈ રાવલ, સાહેલી સભ્ય હેતલબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!